PANCHMAHALSHEHERA

શહેરાના ચાંદણગઢ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ સાથે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા તાલુકાના ચાંદણગઢ ખોડિયારમાં મંદિર ગ્રાઉન્ડ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ના રાષ્ટ્રીય વિચારને કેન્દ્રમાં રાખીને નૂતનવર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરા વિધાનસભા ક્ષેત્રના નેતાઓ અને પક્ષના કાર્યકરોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ સ્નેહ મિલન સમારોહમાં ૧૨૪-શહેરા વિધાનસભાના ઉપાધ્યક્ષ, ગુજરાત વિધાનસભા અને ધારાસભ્ય જેઠાભાઈ આહીર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌ કાર્યકરો અને ગ્રામજનોને હૃદયપૂર્વકની નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને જન-જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય હેતુ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત કરવાનો હોવાથી, આ પ્રસંગે ઉપસ્થિત સૌ કાર્યકરો અને મહેમાનોને આત્મનિર્ભર ભારત સ્વદેશી સંકલ્પ પત્ર લેવડાવવામાં આવ્યો હતો. ધારાસભ્યએ સૌને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’નો સંકલ્પ લેવા માટે અનુરોધ કર્યો હતો. જેના થકી દેશના સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે અને ભારતની આર્થિક પ્રગતિને નવી ગતિ પ્રાપ્ત થાય.આ સ્નેહ મિલન સમારોહમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ, ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ તેમજ નગરપાલિકા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!