BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી અલીપુરા ડેપોપાછડ વિસ્તારમાં બેકાબુ ટ્રેક્ટરે માસુમને અડફેટે લેતા મોત

બોડેલી એસ.ટી. ડેપો નજીકના વિસ્તારમાં દુઃખદ અકસ્માત બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોતાના ઘર નજીક સાયકલ પર રમતી એક નાની બાળકી પર ટ્રેક્ટર ચઢી જતાં તેનો સ્થળ પર જ કરુણ અંત આવ્યો હતો.દૃશ્ય સાક્ષીઓ જણાવે છે કે ટ્રેક્ટર અચાનક ઝડપથી આગળ વધ્યું અને સાયકલ સાથે બાળકી પર ચડતાં ટાયર ફરી વળ્યો હતો. સ્થાનિકોએ ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાંજ બોડેલી પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બાળકીના પરિવારજનોમાં શોકનું મોજું ફેલાયું છે. પોલીસ દ્વારા ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!