થરા નગરપાલિકાના પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોરની સ્મશાનયાત્રા માં પરિવાર સહીત ચાહકો જોડાયા.
થરા નગરપાલિકાના પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોરની સ્મશાનયાત્રા માં પરિવાર સહીત ચાહકો જોડાયા.

થરા નગરપાલિકાના પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોરની સ્મશાનયાત્રા માં પરિવાર સહીત ચાહકો જોડાયા.
બનાસકાંઠાના નવરચિત ઓગડ તાલુકાના તાલુકા મથક થરાના વહેપારી થરા નગર પાલિકાના પૂર્વપ્રમુખ તથા સમાજ સેવક ઠાકોર વિનોદજી રેવાજી (ડાલાવળીયા) પાલનપુર ખાતે શનિવારે પેટ્રોલ પંપની મિટિંગ પૂર્ણ કરી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક એટેક આવતા દુઃખદ અવસાન થતાં કાંકરેજ અને ઓગડ તાલુકાના ગામોમાં શોકની લાગણી ફેલાઈ હતી મિલનસાર સવભાવ હોઈ તેમનો બહોળો ચાહક વર્ગ હોવાના કારણે તેમના અવસાન ના દુઃખદ સમાચાર સાંભળી લોકોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું.આ અંગે તેમના મિત્ર જગદીશપુરી ગૌસ્વામી જણાવ્યું હતું કે અમે આજે તા. ૦૮/૧૧/૨૦૨૫ ને શનિવાર ના રોજ બાલારામ મિટિંગમાં સાથે જમ્યા હતા તેમના અવસાનના સમાચાર મળ્યા હજી મન માનવા તૈયાર નથી ખૂબ દુખદ ઘટના છે સેવાભાવી વ્યક્તિને આ વિસ્તારના લોકો કાયમી યાદ કરશે. સ્વ.વિનોદજી ઠાકોર ની સ્મશાનયાત્રા તા.૦૯/૧૧/૨૦૨૫ ને રવિવાર ના રોજ નીકળે ત્યારે સગા સ્નેહીજનો,મિત્રો, વહેપારીઓ,સામાજિક-રાજકીય આગેવાનો સહીત તેમના ચાહકો જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




