GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ‘વંદે માતરમ’ના 150 વર્ષની ઐતિહાસિક ઉજવણી નિમિત્તે ગોંડલની સરકારી કચેરીઓ રાષ્ટ્રગાન અને સ્વદેશી શપથથી ગુંજી ઉઠી

તા.9/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot, Gondal: 7 મી નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની રચનાને 150 વર્ષ પૂર્ણ થયા , તે નિમિત્તે સમગ્ર ગુજરાતમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે ગોંડલ શહેરની સરકારી કચેરીઓ પણ ‘વંદે માતરમ’ના સામૂહિક ગાનથી ગુંજી ઉઠી હતી અને સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અને સેવાઓ અપનાવવાના શપથ લીધા હતા.

ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની તસ્વીર સમક્ષ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટરશ્રી રાહુલ ગમારા, તાલુકા મામલતદારશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, કારોબારી ચેરમેનશ્રી, નાયબ મામલતદારશ્રીઓ તેમજ તમામ કચેરીગણના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!