GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “રાજકોટમાં રાજ્યકક્ષાની અંડર-૧૪ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ: વડોદરા ચેમ્પિયન, રાજકોટ રનર-અપ બન્યું”

તા.9/11/2025

વાત્સલયમ્ સમાચાર

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરોટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજયકક્ષાની અંડર – ૧૪ ભાઈઓની “ફૂટબોલ સ્પર્ધા-૨૦૨પ” નું આયોજન તા. ૦૪-૧૧-૨૦૨૫ થી ૦૮-૧૧-૨૦૨૫ સુધી રેસકોર્ષ ફૂટબોલ મેદાન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.

ભાઈઓની અંડર – ૧૪ “ફૂટબોલ સ્પર્ધા-૨૦૨પ”માં સ્ફૂર્તિથી છલકાતા ફૂટબોલર્સ અને યુવાનોના ઉત્સાહને પ્રદર્શિત કરતાં આકર્ષક માહોલમાં ફાઇનલનો શુભારંભ થયો હતો. રાજ્યમાં યુવા પ્રતિભાઓને મંચ આપવા અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યોજાતી આ હરીફાઈ રમતની ભાવના વિસ્તૃત બનાવે છે.

આ સ્પર્ધામાં રાજકોટ સહિત રાજ્યભરની વિવિધ શાળાઓના ટેલેન્ટેડ ફૂટબોલરોએ પોતાની કુશળતા, ઝડપ અને ખેલદિલીની ભાવનાનો પરિચય આપ્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓમાં ટીમસ્પીરિટ, શારીરિક તંદુરસ્તી, સંકલ્પશક્તિ અને લીડરશિપ કૌશલ્યનો વિકાસ થાય છે, તેમ જિલ્લા રમતમ અધિકારીશ્રી વી.પી. જાડેજાએ જણાવ્યું હતું.

રાજ્યમાંથી આવેલી તમામ ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, પ્રથમ ક્રમે – વડોદરા શહેર ટીમ રહી હતી. ઉત્કૃષ્ટ સ્ટ્રેટેજી, શિસ્તબદ્ધ રમત અને અંત સુધી ઝઝૂમવાની ક્ષમતા વડોદરા ટીમને પ્રથમ ક્રમે પહોંચાડનાર મુખ્ય પરિબળ બન્યાં હતા. બીજો ક્રમ રાજકોટ શહેર ટીમનો હતો. હોમ ગ્રાઉન્ડ પર રમતી રાજકોટ ટીમે ઉત્તમ સમન્વય અને ઉત્સાહ દર્શાવ્યો હતો. ખેલાડીઓની ઝડપ અને પાસિંગ સ્કિલથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્રીજો ક્રમ આણંદ ટીમનો હતો. આણંદના યુવા ખેલાડીઓએ ધીરજ, નિયંત્રણ અને ટીમવર્કનો ઉત્તમ પરિચય આપીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. રાજકોટની ધરતી પર રમનારી આ ખેલ પ્રતિભાઓ ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરશે.

Back to top button
error: Content is protected !!