ડાંગ જિલ્લાના ઝાવડા ખાતે જનજાતિય ગૌરવરથનું આગમન થતાં ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવણી થઈ રહી છે.
આ ઉજવણી માટે અંબાજીથી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ રથયાત્રા નીકળેલી છે. આ રથયાત્રા આજે ડાંગ જિલ્લાના વઘઇ થી પ્રસ્થાન કરી ઝાવડા ગામે પહોંચી હતી, જ્યાં લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા રથનું આનંદપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વ ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિત ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ, પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડો.વિ.કે.જોષી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.
કાર્યક્રમના અંતે જનજાતિય ગૌરવ યાત્રાના રથને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી તાપી જિલ્લામાં જવા પ્રસ્થાન કરાવી હતી.





