વડોદરા:ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે ઇદે રિફાઇયા નિમિતે શહેરમાં નીકળ્યુ ભવ્ય ઝુલુસ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૧૧.૨૦૨૫
રિફાઇ ભક્તિ પ્રથાના સ્થાપક હઝરત સુલતાન સૈયદ અહમદ કબીર રિફાઇનો ૮૬૯ મો ઉર્ષ તેમજ ભારતમાં રિફાઇ પ્રથા લાવનાર સૈયદ અબ્દુલરહિમ મહબૂબુલ્લાહ રિફાઇ સુરતીનો ૩૪૭ ઉર્ષ હોય આધ્યાત્મિક ધામ ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે આજે રવિવારે બપોરે વડોદરામાં આવેલ મેમણ કોલોની ખાતે સૂફી સંત પીર સૈયદ અઝીમુદ્દુન બાબાની દરગાહ ખાતેથી ઇદે રિફાઇયાનું ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું જેમાં ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી,નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ ઝીયાઉદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દીનબાબા કાદરી ની વિશેષ ઉપસ્થિતિ ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું.જેમાં સમગ્ર રાજ્યભરમાંથી અંકિદતમંદો ઉમટ્યા હતા.જ્યારે આ ઝુલુસમા અલમ મુબારક,શણગારેલા વાહનો તેમજ રાતીબે રિફાઇની વિવિધ કુકમોએ રિફાઇ પીરના મનમોહક ગીતો સાથે ઝુલુસ મોડી સાંજે ખાટકીવાડા ગૌસીયા મસ્જિદ પાસે આવી પહોંચ્યું હતું,ત્યારબાદ સલાતો સલામ અને ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી સાહેબની દુવાઓ અને લંગરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમા મોટી સંખ્યામાં અંકિદતમંદોએ લંગર નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે આગામી ૧૩ નવેમ્બર ગુરુવારના રોજ રાત્રે ખાટકીવાડા કાદરી ચોકમાં રાતિબે રિફાઇનો ભવ્ય ઝલસો યોજાશે તેમ જાણવા મળ્યું હતુ.














