MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમા પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું!

 

MORBI:મોરબી માં પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું!

 

 

 

 

 

 

આ કેમ્પમાં સાતસો થી વધુ લોકો એ તેમના દર્દ નુ ચેકઅપ કરાવ્યું!


મોરબીમાં પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબ દ્વારા રવિવારે તારીખ ૯-૧૧- નાં રોજ અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જલારામ મંદિરે ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતસો થી વધુ લોકોએ પોતાના દર્દ નુ ચેકઅપ કરાવીને ફ્રી દવા નો લાભ મેળવ્યો હતો. પ્રેસ મીડિયા એસોસિયેશન- મોરબી આયોજીત કેમ્પમાં સેવા આપતા સર્વે ડોકટર અને તેમની ટીમ જલારામ મંદિર ટ્રસ્ટી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સિરામિક પ્રમુખો મોરબી dysp ઝાલા સાહેબ મુસ્કાન વેલ્ફેર ફાઉન્ડેશન સહિત જોડાયેલ તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યોહતો. આજે સવારથી જ પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબી નાં સભ્યો જલારામ મંદિરે મેડિકલ કેમ્પમાં પહોંચી ગયા હતા અને યથા શક્તિ કામગીરી શરૂ કરી દીધી હતી અને 9 વાગ્યે સિરામિક એસોસિયેશન ના પ્રમુખ હરેશભાઇ બોપલિયા મુકેશભાઈ કુંડારીયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જયરાજભાઇ પટેલ સહિત નાં આગેવાનો એ ઉપસ્થિત રહી ને દીપ પ્રાગટ્ય કરીને આ ફ્રી મેડિકલ કેમ્પનો પ્રારંભ કર્યો હતો. જેમાં રજીસ્ટ્રેશન કરાવીને જે દર્દ હોય તે દર્દી માટે ડોક્ટરોની પેનલ હતી તેમની પાસે મોકલી દેવામાં આવતા હતા અને તેમનું નિદાન કરીને જરૂરી દવાની ભલામણ કરતા ફ્રી દવાઓ પણ મેળવી હતી આ સમયે શહેર તથા ગામના અનેક સામાજિક કાર્યકરો, મોરબી નાં ડીવાયએસપી ઝાલા, જલારામ મંદિર નાં ટ્રસ્ટીઓ, સહિત અનેક આગેવાનો એ આ મેડિકલ કેમ્પની મુલાકાત લઈ ને આયોજકો નેં શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી જિલ્લામાં પત્રકાર ક્ષેત્રે કામ કરતાં ૧૮ થી ૨૦ પત્રકારોનું યુનિટ બનીને પ્રેસ મીડિયા એસોસિયન મોરબી ની રચના થઈ છે અને એસોસિયેશન માં કોઈ હોદેદારો નથી બધા સભ્યો અને બધા પ્રમુખો જેવી રચના કરવામાં આવી છે. તેમને આ રચના થયા પછી પહેલું કામ આ મેડિકલ કેમ્પનું કરવામાં આવ્યું છે જેની સમગ્ર શહેરમાંથી લોકો દ્વારા શુભેચ્છાઓ ની વર્ષા થઈ છે. આ મેડિકલ કેમ્પમાં સેવા આપવા આવેલા દરેક ડોક્ટરો એ નિશુલ્ક સેવા આપી છે તે પણ એક સારી બાબત છે સવારનાં ૯થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી આ મેડિકલ કેમ્પ ચાલ્યો હતો અને જેમાં સાતસો થી વધુ દર્દીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આટલી માતબર દર્દીઓની સંખ્યા મેડિકલ કેમ્પ નો લાભ લેતા પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબી નાં દરેક સભ્યો માં એક અલગ પ્રકારની ઊર્જા ઉત્પન્ન થઈ છે અને હવે પછી પણ આવું જ કોઈ સેવાકીય પ્રવૃત્તિ નું આયોજન કરવાનું થાય છે તેવો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં નીચે મુજબના જાણીતા ડોક્ટરો પોતાની સેવા નિઃશુલ્ક સેવા પૂરી પાડી હતી  ડૉ. મેહુલ પનારા એમ.બી.બી.એસ.,ડી.ઓ.એમ.એસ.(ઓપ્થલ) વિઝન આંખની હોસ્પિટલ મોરબી ડૉ. ધીરેન પટેલ (બી.ડી.એસ.) – શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર, મોરબી,ડૉ. ભૌમિક સરડવા (એમ.ડી. મેડિસીન) – એથિક્સ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, મોરબી,ડૉ. પાચલ ફળદુ- સ્ત્રી અને પ્રસૂતિ રોગ નિષ્ણાત, દેવકી હોસ્પિટલ, મોરબી,ડૉ. યશ કડીવાર (એમ.બી.બી.એસ., ઓર્થોપેડિક) – વેલકેર ઓર્થો હોસ્પિટલ, મોરબી ડૉ. જિજ્ઞાસા એમ. પનારા (ચામડીના તમામ પ્રકારના રોગ નિષ્ણાત, વિઝન સ્કીન ક્લિનિક, મોરબી, ડૉ. ઋષિ વાંસદડિયા (સ્ટાર સર્જિકલ એન્ડ ઇમેજિંગ સેન્ટર, મોરબી, ડો.ઉમેશ ગોધવિયા (મેડિસીન વિભાગ, પલ્સ હોસ્પિટલ & ICU) તદુપરાંત ડો. પટેલ પેથોલોજી લેબોરેટરી દ્વારા ફ્રી માં ડાયાબિટીસ ચેક કરી આપવામાં આવેલ.

એકંદરે આ પહેલીવાર પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખુબજ સફળતા મળી છે.

Back to top button
error: Content is protected !!