GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેર, વોર્ડ નં. ૧૧ સ્નેહ મિલન યોજાયું

તા.9/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૧ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાર્યકરો અને આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે ખાસ કરીને મયુર પરસાણા (મોટામવા), નૈમીષ પરસાણા, ચેતન કમાણી, દિનેશભાઈ જોશી, પીયુષ ભંડેરી, દીલીપ વોરા, કૌશિક મકવાણા, ભીખાભાઈ મેઘાણી, શીવલાલ બારશીયા, સંજયસીંહ વાધેલા, દીલીપસીંહ વાધેલા અને હાર્દિક પંડીયા ઉપસ્થિત રહ્યા હતા.
સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન સંગઠનના મજબૂતિકરણ, આગામી પ્રવૃત્તિઓ અને કાર્યકર્તા સંવાદ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમને મળેલી વિશાળ ઉપસ્થિતિ એ કાર્યકરોમાં ઉત્સાહ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિબિંબ છે.






