નોન-ટીચીંગસ્ટાફમાટે”વહીવટ તેમજવ્યાવસાયિક કૌશલ્ય” તાલીમકાર્યક્રમયોજાયો
10 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
BANASKANTHA DISTRICT KELAVANI MANDAL, PALANPUR
G. D. Modi Vidyasankul, Opp. S. T. Workshop, Highway, PALANPUR – 385001(Β.Κ.)નોન-ટીચીંગસ્ટાફમાટે”વહીવટ તેમજવ્યાવસાયિક કૌશલ્ય” તાલીમકાર્યક્રમયોજાયો (Non-Teaching Staff Training Programmeon” Professional Skills for Administration”)
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા તેના નોન-ટીચીંગ સ્ટાફના કાર્યક્ષમતા વિકાસ અને તકનિકી કૌશલ્ય વૃદ્ધિ માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૨૭-૧૦-૨૦૨૫ થી ૦૬-૧૧-૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓને કોમ્પ્યુટર, ડિજિટલ સાધનો, સોફ્ટ સ્કિલ્સ અને આધુનિક તકનિકનો સફળતાપૂર્વક અને કાર્યક્ષમતાથી ઉપયોગ કરવા માટે પ્રાયોગિક જ્ઞાનથી સજ્જ કરવાનો રહ્યો હતો.જેમાં ૨૭-૧૦-૨૦૨૫સોમવારનાં પ્રથમદિવસે કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહના અતિથી વિશેષ તરીકે ડૉ. એમ. વી. હાથી ઉપસ્થિત રહ્યા હતા. ૨૮-૧૦-૨૦૨૫નાં બીજા દિવસેકાર્યક્રમના વક્તાશ્રી વિરલ પટેલનેક્સ્ટજેન સોફ્ટવેર સોલ્યુશનના ઇઆરપી પર પ્રેક્ટીકલ ટ્રેનીગ રહી હતી. ૨૯-૧૦-૨૦૨૫ નાં ત્રીજા દિવસે પ્રથમ સત્રમાં શ્રી સુધીરભાઈ જોશી કે જે કેન્વાડીજીટલ ડિઝાઇન એક્ષપર્ટપ્રેક્ટીકલ ટ્રેનીગ રહી હતી, બીજાસત્રમાં વ્યાખ્યાતા શ્રીનીમિતભાઈકે. વોરા કે જે વ્યક્તિત્વ વિકાસ સાથે ઓફિસમાં સુચારું સંચાલન કેવી રીતે કરી શકાયતે ઉદાહરણ સાથે સમજાવ્યું. 30-૧૦-૨૦૨૫ નાં ચોથા દિવસે ” વ્યાવસાયિક શિષ્ટાચાર, ઇવેન્ટ અને મીટિંગ મેનેજમેન્ટ કૌશલ્ય” વિષય પર શ્રી સંદીપભાઈકામદારએ ઇવેન્ટનું આયોજનમાં પૂર્વતૈયારીથી માંડી પૂરી થાય ત્યાં સુધી શું કરવું અને મીટિંગ મેનેજમેન્ટ કૌશલ્ય માટે તૈયાર થવું તેના પર ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. ૦૧-૧૧-૨૦૨૫ નાં પાંચમા દિવસે પ્રથમ સેશનમાં એકસલ એક્સલન્સ” વિષય પર શ્રી દિવ્યાંગભાઈશાહનું વિશેષ વ્યાખ્યાન અને ટ્રેનીગ યોજાઇ. બીજા સત્રમાં શ્રીભવ્યકામદાર કે જેઓસીએ, શિક્ષક અને લેખક છે અને અરિહંત ગુરુકુલમ સંસ્થાના સાથે જોડાયેલ છે,તેઓનું વીશીષ્ટ વ્યાખ્યાન ટ્રેનીગ સાથે “ ડિજિટલ કૌશલ્ય – વહીવટી કાર્યક્ષમતા માટે ગુગલ ટૂલ્સ… દૈનિક ઓફિસ કામગીરીમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ” પર યોજાયી હતી. ૦૩-૧૧-૨૦૨૫નાં છઠ્ઠા દિવસે” સોફ્ટ સ્કિલ અને વ્યક્તિત્વ વિકાસ” વિષય પર શ્રી વિપુલભાઈરાવલનું નવું નવું શીખવા અને સ્ટેજનો ભય દરેક ને વાતચીત કરી દૂર કર્યો અને પ્રેકટીકલ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું. ૦૪-૧૧-૨૦૨૫ નાં સાતમા દિવસે “ સ્ટ્રેસમેનેજમેન્ટ” વિષય પર શ્રી મહેશભાઇ મકવાણા કે જેઓશ્રીપી કે મહેતા કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રોફેસર તરીકે અને કેડી પરીખ વોકેશનલ ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ સેન્ટરના કોઓર્ડીનેટર છે તેમજ બનાસકાંઠા જિલ્લાની ચાઈલ્ડ પ્રોટેક્શનયુનિટના સભ્ય તથા. હેબિટીશનકાઉન્સિલઓફઇન્ડિયા(આરસીઆઈ)નાનોંધાયેલસાયકોલોજીસ્ટ છે. તેમનું જ્ઞાનસભર વ્યાખ્યાન રહ્યું હતું. ૦૬-૧૧-૨૦૨૫ નાં આઠમા દિવસે સેશન-૧ માં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળનાં એકેડેમિક ડાયરેક્ટર ડૉ. અમિત કે. પરીખ સાહેબનું ” Work Ethics, Institutional Integrity ” વિષય પર વ્યાખ્યાન રહ્યું હતું. સેશન-૨ માં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળનાં સેક્રેટરી શ્રી સુનિલભાઈ શાહ કે જેસીએ છે તેમનું “ એકાઉન્ટીગ જીએસટી અને ઈન્કમટેક્ષ” વિષયપરવિશેષવ્યાખ્યાન હ્યું હતું.
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળનાં એકેડેમિક ડાયરેક્ટર ડૉ અમિત કે. પરીખ સાહેબનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આખા કાર્યક્રમનું સંચાલન ર્ડા. સમીર એમ. ચૌધરી અને આભારવિધી મહેશભાઇ.પટેલે કરીહતી. સમાપન કાર્યક્રમમાં દરેક મિત્રોનો ફિડબેક આપ્યો હતો અને અલ્પાહાર સાથે કાયક્રમની પૂર્ણાહુતી કરી.









