
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – શામળાજી પોલીસે 10 લાખથી વધુના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો – સફેદ પાઉડર ભરેલ કટ્ટાઓના સામાનની આડમાં લવાતો હતો દારૂ
અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ મથકની ટીમે ગેરકાયદે દારૂ હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડતા મોટી સફળતા મેળવી છે. પોલીસે એક ટ્રક ટેલર માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો
માહિતી મુજબ, શામળાજી પોલીસે ગુપ્ત માહિતીના આધારે ટાટા કંપનીની ટ્રક ટેલર ગાડી (નંબર RJ-27-GD-2874) ને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલા સફેદ પાઉડર ભરેલ કટ્ટાઓના સામાનની આડમાં વિદેશી દારૂ છુપાવીને લવાતો હતો.પોલીસે ટ્રકની તપાસ કરતા ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 88 પેટી મળી આવી હતી. જેમાં કુલ 2136 બોટલ, ક્વાટર અને ટીનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલ દારૂની અંદાજીત કિંમત ₹10,40,160/- હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ટેલર અને અન્ય સામાન સહિત કુલ ₹20 લાખથી વધુનો મુદ્દામાલ શામળાજી પોલીસે જપ્ત કર્યો છે. આ બનાવમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.શામળાજી પોલીસની આ કાર્યવાહીથી દારૂ હેરાફેરીના ગાંઠિયા તંત્રને મોટો ઝટકો લાગ્યો છે. પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો.





