
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદી શરૂ – ખેડૂતોમાં ઉમંગનું વાતાવરણ – ઉતારામાં ઘટાડો થતા 200 રૂપિયા વધારો કરવાની માંગ
અરવલ્લી જિલ્લામાં આજે મગફળીની ખરીદીની સત્તાવાર શરૂઆત થતાં ખેડૂતો વહેલી સવારથીજ ખરીદી કેન્દ્રોમાં ઉમટી પડ્યા હતા. સતત માવઠા અને કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન બાદ હવે ટેકાના ભાવે પાક વેચી ખેડૂતો રાહતની આશા રાખી રહ્યા છે
ખરીદી કેન્દ્રોમાં વહેલી સવારથી માપણી અને રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ હતી. તાલુકા અને જિલ્લા સ્તરે અધિકારીઓએ સ્થળ પર હાજરી આપી કામગીરીનું નિરીક્ષણ કર્યું. ખેડૂતોને સમયસર ચૂકવણી થાય તે માટે સાત દિવસની અંદર પેમેન્ટ કરવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે.ખેડૂતો દ્વારા સતત માવઠાના કારણે ઉતારામાં ઘટાડો થવાને ધ્યાનમાં લઇ મગફળીના ટેકાના ભાવે મણ દીઠ ₹૨૦૦ નો વધારો કરવાની માગણી પણ ઉઠાવવામાં આવી છે.ખરીદી પ્રક્રિયાની શરૂઆતથીજ ખેડૂતોમાં ઉત્સાહ અને આશાનું માહોલ છવાયેલો છે, જ્યારે માર્કેટયાર્ડ તથા ખરીદી કેન્દ્રોમાં ચહલપહલનો માહોલ જોવા મળી રહ્યો છે.





