THARADVAV-THARAD

થરાદ શહેરમાં એગ્રો સંચાલકોની મનમાનીથી ખેડૂતો મુકાયા ચિંતામાં

વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ

થરાદ એક તરફ પૂરની અસરથી વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો હજી સંભાળી શક્યા નથી ત્યારે બીજી તરફ એગ્રો સંચાલકોની મનમાનીને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર થરાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કેટલાક એગ્રો સંચાલકો ખાતર આપતી વખતે બળજબરીપૂર્વક વધારાની વસ્તુઓ આપતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર સાથે નેનો બોટલ અને ઝીંકપ્લસ જેવી વસ્તુઓ ફરજિયાત લેવામાં આવે છે, નહિ તો તેમને ખાતર આપવામાં આવતું નથી. આથી ખેડૂતો પર વધારાનો આર્થિક બોજો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્યના કૃષિમંત્રીએ વિધાનસભામાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે કોઈપણ સંચાલક કોઈપણ ખેડૂતને બળજબરીપૂર્વક વધારાની વસ્તુ આપી શકશે નહીં. છતાંય હાલના બનાવો તંત્રની આંખ આડ કાનની નીતિ દર્શાવે છે બીજી તરફ એગ્રો સંચાલકોનું કહેવું છે કે અમે ઉપર રજૂઆત કરીએ તો અમને જ માલ આપવાનું બંધ કરી દેવાની ધમકી મળે છે, જેથી અમારું વ્યવસાય ખતરામાં મુકાય છે બીજી બાજુ એગ્રો ઓફિસરની ટેલીફોનિક સંપર્ક કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હા જો કોઈ ખેડૂતને આપી હોય તો કહો તેમને કહું વસ્તુ પરત લઇ લે અને તેમના પૈસા પરત આપી દે સરકાર અને અધિકારીઓ તેમજ એગ્રો સંચાલકોની આવી બેધારી નીતિથી અત્યારે આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અત્યારે ખેડૂત વર્ગ પીસાઈ રહ્યો છે અને સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માગ ઉઠી રહી છે

Back to top button
error: Content is protected !!