સહકાર અને સિંચાઈ સમિતિ બ. કાં.જિલ્લાના પૂર્વ ચેરમેને મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
સહકાર અને સિંચાઈ સમિતિ બ. કાં.જિલ્લાના પૂર્વ ચેરમેને મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

સહકાર અને સિંચાઈ સમિતિ બ. કાં.જિલ્લાના પૂર્વ ચેરમેને મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના નગર પાલિકા ના પૂર્વપ્રમુખ સમાજ સેવક દુધારામપુરાના અને થરાને કર્મ ભૂમિ બનાવી થરા ખાતે રહેતા ઠાકોર વિનોદજી રેવાજી (ડાલાવળીયા) પાલનપુર ખાતે શનિવારે પેટ્રોલ પંપની મિટિંગપૂર્ણ કરી ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે અચાનક એટેક આવતા દુઃખદ અવસાન થતાં કાંકરેજ અને ઓગડ તાલુકાના ગામોમાં શોકની લાગણી ફેલાઈ હતી મિલનસાર સવભાવ હોઈ તેમનો બહોળો ચાહક વર્ગ હોવાના કારણે તેમના અવસાનના દુઃખદ સમાચાર સાંભળી લોકોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું પરંતુ તેમના સાથીમિત્ર સહકાર અને સિંચાઈ સમિતિ બ.કાં.જિલ્લાના પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા (રાણકપુર) એ સાચી મિત્રતા નિભાવી છે.સ્વ.વિનોદજી રેવાજી ઠાકોર ના બેસણા પ્રસંગે સમગ્ર ઠાકોર સમાજ શોકમાં હતો.દિલ ભારે હતું,વાતાવરણ મૌન હતું,યાદો જ યાદો હતી.એ જ સમયે એક દ્રષ્ય સૌના હૃદયને સ્પર્શી લીધું હતું. જાગીરદાર સમાજના અને કોંગ્રેસ સમિતિ ના પીઠબળ એવા પુરણસિંહ વાઘેલાએ બેસણા પ્રસંગે હાજર રહીને જે માન આપ્યું એ માત્ર હાજરી નહોતી, એ મિત્રતાનું જીવંત ઉદાહરણ હતું.આજકાલ દુનિયામાં સ્વાર્થના સંબંધો વધારે જોવા મળે છે.પરંતુ જે મિત્ર જીવનમાં હોય અને મરણ પછી પણ પોતાનું કર્તવ્ય ભૂલે નહીં,તેને જ દુનિયા સાચો મિત્ર કહેવાય છે.પર જ્ઞાતિના હોવા છતાં મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક વાઘેલા વંશના પુરણસિંહે કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળ થરાના પ્રમુખ ભુપતાજી મકવાણાની હાજરીમા મુંડન કરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમ ઘાંઘોસ ભરતજી ઉમેદજી એ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




