બોડેલીના એસ.ટી. ડેપો બાજુમાં આવેલ સોસાયટીના રસ્તાઓની હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે રસ્તો હવે ક્યારે બનશે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા વિસ્તારમાં આવેલ એસ.ટી. ડેપો પાસે ગોકુલ એસ્ટેટ, રામપાર્ક, સહયોગ પાર્ક અને સંજરી પાર્ક જેવી સોસાયટીઓમાં જવાનો મુખ્ય રસ્તા પર ખૂબ મોટી સંખ્યામાં ખાડા પડી ગયા છે નગરપાલિકા બન્યા ના ત્રણ માસ કરતા વધુ સમય ગયો છતાં નગરજનોની મુશ્કેલી ઓછી થતી નથી
આ જ રસ્તો ચાચક જવા માટેનો મુખ્ય માર્ગ પણ હોવાથી રોજના હજારો લોકો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે
ખાસ વાત એ છે કે બોડેલી મામલતદારના ઘર નજીક જ આ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં આવેલ એમ.ડી.આઇ. શાળામાં ભણતા 1200 જેટલા વિદ્યાર્થીઓને લેવા અને મૂકવા આવતા વાલીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ કે રિક્ષામાં દરદીઓને લઈ જતી વખતે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
વહેલી તકે આ રસ્તાઓ નુ સમારકામ કે નવો બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશો ની માંગ છે નહી તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનt શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી






