AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં તારીખ ૧૭ નવેમ્બરના રોજ “સરદાર@૧૫૦ યુનિટી માર્ચ” અંતર્ગત પદયાત્રા યોજાશે :

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને પદયાત્રાના આયોજન સદર્ભે બેઠક યોજાઈ*

તાં. ૧૭ નવેમ્બરના રોજ સવારના ૯ વાગ્યાં આહવાના સરદાર સ્મારક થી લશ્કર્યા સર્કલ સુધી પદયાત્રા યોજાશે :*
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના માય ભારત દ્વારા વિકસિત ભારત પદયાત્રાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ વધારવો, સમાજ પ્રત્યેની જવાબદારી વધારવા અને એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે.

આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીની જન ભાગીદારીથી રાષ્ટ્ર નિર્માણની દ્રષ્ટિથી પ્રેરિત છે. આમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી બધા મળીને દેશનો ઇતિહાસ યાદ કરે છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને અમૃત પેઢી એટલે કે આજના યુવાનોની ભૂમિકા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રાના આગોતરા આયોજનના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને એક  બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં તાં. ૧૭ નવેમ્બરના રોજ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે થી સવારના ૯ વાગ્યાં સરદાર સ્મારક થી લશ્કર્યા સુધી “સરદાર@૧૫૦ યુનિટી માર્ચ” અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

આ પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, સહકારી મંડળી, વિવિધ રાજકીય પક્ષ, ઔદ્યોગિક સંગઠન, ધાર્મિક સંસ્થાઓ, ઈન્ફ્લુએન્સર્સ, રમતવીર, પ્રગતિશીલ કિસાનો, કામદારો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો સ્થાનિક સ્વરાજનો સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ લોકો પદયાત્રામાં જોડાશે.

આ બેઠકમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ, પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ, ઉત્તર નાયબ વન સરંક્ષક શ્રી મુરારીલાલ મીણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડો.વિ.કે.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ. ડી. તબીયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા, કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણા સહિતના અધિકારીશ્રીઓ અને રાજકીય આગેવાન શ્રી કિશોરભાઇ ગાવિત, શ્રી હરિરામભાઇ સાંવત, શ્રી આઝાદ બઘેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!