ઓગડ તાલુકાના વડામાં તાલુકા કક્ષાનું ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓગડ તાલુકાના વડામાં તાલુકા કક્ષાનું ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓગડ તાલુકાના વડામાં તાલુકા કક્ષાનું ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓગડ તાલુકાના વડા ખાતે શ્રી જોગમાયા ગ્રાઉન્ડમાં ૧૦/૧૧ મી નવેમ્બર ૨૦૨૫ બે દીવસીય ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભનું તાલુકા કક્ષાનું મંદિર મહંતશ્રી ભરતપુરી મહારાજની પાવન નિશ્રામાં આર્ચ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના હેડકોચ હિતેશ પરમારના માર્ગદર્શન હેઠળ સરપંચ મોબાતસિંહ વાઘેલા,વડા પે.કેન્દ્ર શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામી, ચાંગા હાઈસ્કૂલના આચાર્ય દયારામભાઈ જોષી, ભાવનગર આચાર્ય ભરતભાઈ ચૌધરી, તાલુકા કન્વીનર પ્રકાશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયેલ. ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.જેમાં એથલેટિક્સ સ્પર્ધામાં ૧૦૦૦ થી પણ વધુ ખેલાડી ભાઈઓ- બહેનોએ ભાગીદારી નોંધાવી હતી.બે દિવસીય એથલેટિક્સ સ્પર્ધા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.કોચ હિતેશ પરમાર અને સરપંચ મોબતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં આપણા વિસ્તારમાં આનાથી પણ વધારે સારૂ આયોજન કરી વધારે ને વધારે બાળકો રમત રમતા થાય અને વધારે બાળકો રમત સાથે જોડાય તેવા આયોજન કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વડા ગામ દિન પ્રતિદિન પ્રગતિના પંથે જઈ રહ્યું છે,ભાઈચારાની એકતા પણ જળવાઈ રહી છે તેમ જણાવ્યું હતું.વાઘેલા વનરાજસિંહ કનકસિંહ દ્વારા ખેલાડીઓ સહીત દરેકને બે દિવસ નાસ્તા પાણી આપવામાં આવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





