AHAVADANG

દિલ્હી બ્લાસ્ટને પગલે ડાંગ જિલ્લાની સુરક્ષા માટે પોલીસ દ્વારા ગુજરાત-મહારાષ્ટ્ર સીમા પર સઘન ચેકિંગ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ ગુજરાત રાજ્યનું સુરક્ષા તંત્ર સંપૂર્ણપણે સાવધાન થઈ ગયું છે. આને ધ્યાનમાં રાખીને, દક્ષિણ ગુજરાતના સંવેદનશીલ ગણાતા ડાંગ જિલ્લામાં પોલીસે સુરક્ષા વ્યવસ્થાને સુદૃઢ બનાવી દીધી છે.મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા હોવાથી ડાંગ જિલ્લાનું વ્યૂહાત્મક મહત્વ છે. રાજ્યના પ્રવેશદ્વાર સમાન આ વિસ્તારમાં પ્રવેશતા તમામ વાહનો અને મુસાફરોનું કડક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.સાપુતારા, વઘઇ, આહવા અને સુબિર જેવા મુખ્ય સ્થળોએ પોલીસ ચેકપોસ્ટ પર સતત અને સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને, સાપુતારા,વઘઇ, સુબિર ચેકપોસ્ટ પર પોલીસ ટીમો દ્વારા બિન-અટકાયત (24 કલાક) સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.સ્ટેટ હાઇવે પરથી પસાર થતા દરેક વાહનને રોકીને ડ્રાઇવર અને પ્રવાસીઓના ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે.

વાહનોના ટ્રંક, બેગ્સ, સૂટકેસ અને અન્ય સામાનની પણ સૂક્ષ્મતાથી તપાસ કરવામાં આવી રહી છે. ભારે ધુમ્મસ અને ઠંડીની સ્થિતિમાં પણ સુરક્ષા દળો રાત્રિ દરમિયાન સતત ચોકીપહેરો જાળવી રહ્યા છે, જેથી કોઈ અસામાજિક તત્વો કે શંકાસ્પદ વાહન જિલ્લાની હદમાં પ્રવેશ ન કરી શકે.જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનોને સંપૂર્ણપણે સક્રિય (હાઈઅલર્ટ) રાખવામાં આવ્યા છે. જિલ્લા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો તેઓ આસપાસ કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે વસ્તુ જુએ તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે તેવી અપીલ કરવામાં આવેલ છે.દિલ્હીના વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓની સૂચનાને અનુસરીને રાજ્યના સરહદી વિસ્તારોમાં આ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્રની આ તકેદારી અને સતર્કતાને કારણે ડાંગ આવતા પ્રવાસીઓમાં પણ સુરક્ષાની ભાવના મજબૂત બની છે..

Back to top button
error: Content is protected !!