
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : RTO ચલણની લિંક મોકલી 5.44 લાખ ખંખેનાર જૂનાગઢના સાયબર ઠગને દબોચ્યો, 10.62 લાખનો શરાબ જપ્ત
સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. તમારું બેંક ખાતું એક ભૂલથી પણ ખાલી થઈ શકે છે. વોટ્સએપ અને ટેલિગ્રામમાં અનેક પ્રકારની લોભામણી લિંક મોકલી તદુપરાંત આરટીઓ ચલણ ભરવાની લિંક મોકલી સાયબર ઠગો લોકોને લૂંટી રહ્યા છે આ લીંક ઓપન કરતાની સાથે બેંક ખાતું સફાચટ થઈ જતું હોવાથી ભોગ બનનારને પસ્તાવા સિવાય કઈ બાકી રહેતું નથી મોડાસા શહેરના વેપારીને આરટીઓ ચલણની લિંક મોકલી ફોન હેંક કરી બેંકના પાસવર્ડ મારફતે 5.44 લાખ ખંખેરી લેનાર સાયબર ગેંગના જુનાગઢના સાગરિતને અરવલ્લી સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધો હતો
અરવલ્લી સાયબર ક્રાઇમ પીઆઈ બી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસા શહેરની દ્રારકાપુરી સોસાયટીમાં રહેતા અને હાર્ડવેરનો ધંધો કરનાર રાજેશભાઈ હીરાભાઈ પટેલને વોટ્સએપ પર સાયબર ગઠિયાએ rtochallan.apkની ફાઈલ મોકલતા રાજેશ પટેલે લિંક ઓપન કરતાની સાથે મોબાઇલ હેંક કરી બેંકના પાસવર્ડ ચોરી કરી 5.44 લાખ ઉસેડી લઇ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સપર્ટ કરી લેનાર સાયબર ટોળકી સાથે સંકળાયેલ જૂનાગઢમાં ગતિ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાયબર ઠગ રકીબ ગુલામકાદર બલોચ (સાબરીન સોસાયટી,જોશીપુરા)ને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસે બાતમીના આધારે ટ્રક-કન્ટેનરમાં સફેદ પાવડરની થેલીઓની આડમાં સંતાડીને ઘૂસાડાતા વિદેશી દારૂની બોટલ નંગ-2136 કિં.રૂ.10.40, ટ્રક મોબાઈલ અને સફેદ પાવડર કટ્ટા મળી કુલ.રૂ.20.92 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક કિશનલાલ ભવરજી ગુર્જર (રહે,કેલવા-રાજ)ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પીઆઇ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફે વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા પેટ્રોલીંગ હાથધરતા મોડાસા નવીન બસપોર્ટ પાસે એક બુટલેગરની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની અટકાવી તેની પાસે રહેલા થેલાની ચકાસણી કરતા થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ- 24 કિંમત રૂ. 22200/- મળી આવતા દારૂની ડિલેવરી આપવા નીકળેલ વિવેક રમેશ મીણા (રહે,ધણોલ,ખેરવાડા-રાજ)ને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





