દિલ્હી બ્લાસ્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર સુરક્ષા સઘન, ડોગ સ્ક્વોડ સાથે GRP-RPFનું મેગા ચેકિંગ હાથ ધરાયું

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વો દ્વારા કોઈ તોડફોડનું કૃત્ય ન થાય તે હેતુથી ગુજરાતના સંવેદનશીલ અને મહત્વના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ સુરક્ષા પગલાંના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના મુખ્ય રેલવે મથક ગોધરા ખાતે રેલવે પોલીસ GRP અને રેલવે સુરક્ષા દળ RPFની ટીમો દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ સુરક્ષા તપાસમાં ડોગ સ્ક્વોડની ટીમને પણ જોડવામાં આવી હતી જેમણે સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તારમાં તપાસ કરી હતી. GRP અને RPFના જવાનોએ પ્લેટફોર્મ પર હાજર મુસાફરોના સામાનની સઘન ચકાસણી કરી હતી. જ્યારે રેલવે સ્ટેશન પરિસરની આસપાસ ઊભેલા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન પર આવતા-જતા દરેક વ્યક્તિ પર રાખવામાં આવી હતી.






