
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા: પ્રદેશ પ્રમુખના અરવલ્લી જિલ્લામાં આગમનના પૂર્વ આયોજન ના ભાગરૂપે કમલમ ખાતે બેઠક યોજાઇ
અરવલ્લી જિલ્લાના પ્રવાસે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અરવલ્લીમાં પ્રવાસ ના પૂર્વ આયોજન અભિવાદન ના ભાગ રૂપે માન ઋત્વિજભાઇ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ યુવા મોરચો, સાથે ધવલભાઈ દવે, રાજકોટ,જિલ્લા પ્રભારી, અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, માન.સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લાપંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મહેસાંણાં જિલ્લા પ્રભારી કનુભાઇ પટેલ ની મુખ્ય ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ, બેઠકમાં જિલ્લા સંગઠન હોદ્દેદારો મંડલ, મોરચા પ્રમુખ, મહામંત્રી ઓ અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





