
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
આત્મા પ્રોજેક્ટ અને સૃષ્ટિ સંસ્થા તથા ડો.કે.આર.ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂત ગોષ્ઠિ યોજાઈ
આજ તારીખ ૧૧/૧૧/૨૦૨૫ ના રોજ આત્મા પ્રોજેક્ટ,ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,સૃષ્ટિ સંસ્થા અને ડો.કે.આર.ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર, મોડાસા ખાતે માન.કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને અને માન.જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતમાં અરવલ્લી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે ખેડૂત ગોષ્ઠિનુ આયોજન કરવામાં આવેલ.જેમાં પ્રાકૃતિક ખેતીના અનુભવોની આપ લે અને ખેડૂતોની પ્રાકૃતિક ખેત પેદાશોના આગામી બજાર વ્યવસ્થા માટે શું કરવું ? આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.માન.કલેક્ટ અને માન.જિલ્લા વિકાસ અધિકારી એ આ કાર્યક્રમમાં હાજર ખેડૂતોને પોતાની આસપાસના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીમાં જોડી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે પ્રયત્નો હાથ ધરવા જણાવેલ…





