GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત ભવ્ય જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત દયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ લુંસીકુઇ ખાતે વિશાળ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર ગૌરાંગભાઈ વસાણી વિશેષ ઉપસ્થિતિ રહી હતી  મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા આયોજિત આ નશા મુક્ત કાર્યક્રમમાં મુસ્કુરાહટ ગ્રુપના સંયોજક યઝદી કોન્ટ્રાક્ટરએ યુવાનો અને નાગરિકોએ નશા જેવી સામાજિક દુષણથી દૂર રહી સ્વસ્થ,સકારાત્મક અને ઉત્તમ જીવનશૈલી અપનાવવી જોઈએ તેમ જણાવ્યું હતું.

નશામુક્ત ભારત અભિયાન (NMBA)ના પાંચમા વર્ષગાંઠના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં નશામુક્તિ જનજાગૃતિ પ્રદર્શન, સેમિનાર તેમજ જનજાગૃતિ નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નશાના કારણે થતી હાનિકારક અસરો વિશે નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ  કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુસ્કુરાહટ ટીમના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “નશો છોડો – જીવન અપનાવો” નો સંદેશ આપવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ નશામુક્ત જીવન તરફ પગલું ભરે અને સ્વસ્થ, સમૃદ્ધ તથા સકારાત્મક સમાજ નિર્માણમાં સહયોગ કરે એવી અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!