બિહારમાં બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક 68.61 ટકા મતદાન

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. આજે બિહારના મતદારોએ મોટી સંખ્યામાં વોટિંગ કરી રેકોર્ડ બનાવ્યો. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતીની જરૂર છે. રાજ્યમાં હાલ NDAની સરકાર છે અને નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. સામે પક્ષે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવ્યું છે જેમાં અન્ય નાના પક્ષો પણ સામેલ છે. આજે બીજા તબક્કામાં સાંજે સુધીમાં 68.61 ટકાથી વધુ મતદાન થયું છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બમ્પર મતદાન થયું છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાંજે 5 વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 67.14 ટકા મતદાન થયું હતું.વધુ મતદાન બાદ હવે તમામ રાજકીય પક્ષો પોતપોતાનાં સમીકરણો તપાસી રહ્યા છે કે વધુ મતદાનની અસર શું થશે?
બિહાર બીજા તબક્કાના મતદાનમાં નવો રેકોર્ડ બનાવી શકે છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 60.40 ટકા મતદાન થયું છે.અહેવાલો અનુસાર, વર્ષ 2000ની વિધાનસભા ચૂંટણીમાં 62.57 ટકા મતદાન થયું હતું. 1998ની લોકસભા ચૂંટણીમાં 64.6 ટકા મતદાન થયું હતું. એકંદરે, 1998ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં સૌથી વધુ મતદાનનો રેકોર્ડ છે. આ વખતે, તે રેકોર્ડ પણ તૂટી શકે છે.




