NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના બીલીમોરા ખાતેથી કુખ્યાત ગેંગ ના ચાર આરોપીઓને એસએસસી પોલીસની ટીમે ઝડપી પાડ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત અહેવાલ મુજબ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે કુખ્યાત ગેંગના શાર્પશૂટરો એ બીલીમોરાની એક હોટલમાં હથિયારની ડિલિવરી માટે ભેગા થવાના છે. પૂર્વ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન હથિયાર સપ્લાય કરવા આવેલા બે શાર્પશૂટરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પૂછપરછ કરતા બે આરોપીઓ મંદિરે દર્શન કરવા ગયા હોવાના કબૂલાત કરતા આરોપીઓને પકડવા પોલીસની ટીમે ઘેરા નાખતાં  શાર્પશૂટરો ગોળીબાર કરતા સ્વ  બચાવ માટે એસએમસી ટીમે સામસામે ફાયરિંગ કરતા એક આરોપીને પગમાં ગોળી વાગી હતી દરમ્યાન ચારેય આરોપીઓને હથિયારો કાર્ટિસ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે રાહતનો દમ લીધો હતો એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાય અને પી.આઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમ સોદો કરવા આવેલા કુખ્યાત ગેંગના ઈસમોએ smc ની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે સ્વ બચાવ માટે સામે ફાયરિંગ કરતા ગેંગસ્ટર એકના પગમાં ગોળી વાગી હતી પોલીસની ટીમે ચારેય આરોપીઓ દબોચી લીધા હતા ઘટના સ્થળે જિલ્લા પોલીસના અધિકારીઓ પહોંચી ગઈ હતી. ઘટના અંગેના વધુ તાગ મેળવવા અને અન્યોની સંડોવણી અંગે તપાસ હાથ ધરી હતી.જ્યારે ઘવાયેલા આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે હતી.<span;>હતો. હાલ ચારેય આરોપીઓને ધરપકડ કરીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૂળ રાજસ્થાનનો મનિષ કુમાવત ગણદેવીમાં રહેતો હતો અને યશ સિંહ સુંદરસિંહ હરિયાણા,રિષભ અશોકભાઈ શર્મા મધ્યપ્રદેશ, મદન ગોપીલાલ કુમાવત રાજસ્થાનને હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી દેશી બનાવટની ત્રણ પિસ્ટલ તેમજ ૨૭ જીવતા કાર્ટિસ્ કબજે આરોપીઓને સળિયા પાછળ ધકેલી કરી વધુની કાર્યવાહી હાથ ધરી હતી

Back to top button
error: Content is protected !!