
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રામગઢી હાઈસ્કૂલ ખાતે 57 મો યુવા મહોત્સવ યોજાયો, વકૃત્વ સ્પર્ધામાં ઇસરી હાઇસ્કૂલનો પ્રથમ નંબર
રામગઢી હાઈસ્કૂલ ખાતે 57 મો યુવા મહોત્સવ આનંદમય વાતાવરણમાં યોજાયો હતો. આ મહોત્સવમાં ઇસરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઇસરી હાઈસ્કૂલના કુલ 4 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિભા દર્શાવી હતી. જેમાં વકૃત્વ સ્પર્ધામાં ધોરણ 12ની વિદ્યાર્થીની પટેલ લતિષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.તે ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં પટેલ હર્ષિત, ભજન સ્પર્ધામાં અસારી પ્રિયાંશી, તથા લગ્ન ગીત સ્પર્ધામાં મકવાણા રોશનીએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓને માર્ગદર્શન આચાર્ય કમલેશભાઈ પંચાલ તથા મદદનીશ શિક્ષક કેતનભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા.





