
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ ખાતે આવેલ શ્રી જોધપુર સ્વીટ માર્ટને રૂ.50 હજારનો દંડ ફટકારાયો – “મિક્સ ચવાણા” ના સેમ્પલમાં સિન્થેટિક ફૂડ કલર ટેટ્રાઝીન અને બ્રિલિયન્ટ બ્લુની માત્રા મળી આવતા ફટકારાયો દંડ.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવેલ શ્રી જોધપુર સ્વીટ માર્ટની ફૂડ સેફટી ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, હિંમતનગરનાઓ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ તપાસણી કરવામાં આવેલ હતી. જ્યાંથી તેઓ દ્વારા “મિક્સ ચવાણા” નું સેમ્પલ લેવામાં આવેલ હતું. જે સેમ્પલ ફૂડ એનાલિસ્ટ શ્રી વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલેલ હતું અને તેઓ દ્વારા આ ચવાણા નું સેમ્પલ સબ- સ્ટાન્ડર્ડ જાહેર કરેલ. સદર ટેસ્ટ રિપોર્ટ મુજબ લીધેલ નમૂનામાં સિન્થેટિક ફૂડ કલર ટેટ્રાઝીન અને બ્રિલિયન્ટ બ્લુની માત્રા મળી આવેલ હતી. જેથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની જોગવાઈઓનો ભંગ થયેલ હોય ડી .વી. મકવાણા, એડજ્યુકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, અરવલ્લી દ્વારા જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ, મેઘરજ ના જવાબદારોને સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજ વેચવા બદલ ના ગુન્હા અંગે તકસીરવાર ઠરાવી રૂપિયા 50,000 નો દંડ કરવામાં આવેલ છે.






