
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા : મહીસાગર જિલ્લાના બે યુવકો દ્વારા રાજસ્થાનના રામદેવરા ધામ સુધીની 700 કિલોમીટરની પદયાત્રા, યુવકો મોડાસા પહોંચ્યા
મહીસાગર જિલ્લાના બે યુવકો દ્વારા રાજસ્થાનના રામદેવરા ધામ સુધીની 700 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યાત્રા દરમિયાન તેઓ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા.ગોપાલ ડામોર અને અર્જુન નામના આ બે યુવકો, જેઓની ઉંમર માત્ર ૨૦ થી ૨૫ વર્ષની વચ્ચે છે, તેઓએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે આ કઠિન યાત્રા હાથ ધરી છે
એક તરફ જ્યાં આજના યુગમાં યુવાધન અધ્યાત્મથી દૂર થઈ રહ્યું છે, ત્યાં આ બંને યુવકો આસ્થાના માર્ગે ચાલીને સમાજમાં ધાર્મિક પ્રેરણાનું સંદેશ આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ બંને યુવકો અગાઉ અમરનાથ તથા કેદારનાથ જેવી કઠિન યાત્રાઓ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે.





