DAHODGUJARAT

સિકલસેલ એનિમિયા થી પીડાતી એક વર્ષિય દીકરીની શિક્ષિકા ધાત્રી માતાની ગુજરાતની સંવેદનશીલ સરકારને ન્યાય માટે મદદની અપીલ

તા.૧૨.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:સિકલસેલ એનિમિયા થી પીડાતી એક વર્ષિય દીકરીની શિક્ષિકા ધાત્રી માતાની ગુજરાતની સંવેદનશીલ સરકારને ન્યાય માટે મદદની અપીલ

પ્રાંત અધિકારી દાહોદ દ્વારા શિક્ષિકાને છુટા કરી દેવાની ગર્ભિત ધમકી દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે ઝાલોદ રોડ કુમારશાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડાંગી હેતલ કુમારી પ્રવીણભાઈએ ગુજરાતની સંવેદનશીલ સરકાર ને ન્યાય માટે મદદની અપીલ કરી છે તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેમને વહીવટી તંત્ર દ્વારા બી.એલ.ઓની કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવી છે તેઓ આ કામગીરી કરવાની ના પાડતા નથી પરંતુ તેમની પરિસ્થિતિ એવી છે કે તેઓ આ કામગીરી કરી શકે તેમ નથી કારણ તેમની એક વર્ષની દીકરી તેમની એક વર્ષની દીકરી સિકલસેલ એનિમિયા નામની બીમારીથી પિડાઈ છે હવે તેમના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં તેઓ પતિ પત્ની અને એક બાળકી જ છે અને તેમના સાસુ સસરા હયાત નથી હવે તેમની આ એક વર્ષની બાળકી સિકલસેલ એનિમિયા બીમારીથી પીડાય છે ત્યારે આ બાળકીની સાર સંભાળ રાખવાની ઘરની જવાબદારી તેમજ નોકરી આ તમામ જવાબદારીઓ તેઓ બખૂબી પૂરી કરે છે ત્યારે ગત તારીખ 18 9 2025 ના રોજ તેઓને મૌખિક રીતે બીએલઓ ની કામગીરી કરવા માટેનો હુકમ મામલતદાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ 18 9 2025 ના રોજ તેઓ આ કામગીરી કરી શકે તેમ નથી તે તમામ કારણો સહિત લેખિતમાં મામલતદારને જાણ કરી હતી ત્યારે તમે માત્ર એક મહિનો કામગીરી કરો એક મહિના પછી બીજી કઈક વ્યવસ્થા કરીશું તેમ કરીને તેઓને આ કામગીરી કરવા માટે દબાણ કરવા આવ્યું હતું જેમતેમ કરીને તેઓએ એક મહિનાની કામગીરી પૂર્ણ કરી ત્યારબાદ SIR ની કામગીરી આવતા ફરીથી તેઓને આ કામગીરી માટેનો હુકમ કરવામાં આવ્યો હતો અને જે અંતર્ગત તારીખ 3 11 2025 ના રોજ તાલીમ માટે બી એલ ઓ ની મીટીંગ ટોપી હોલ દાહોદ ખાતે રાખવામાં આવી હતી પરંતુ તે જ દિવસે તેમની દીકરી સખત બીમાર હોવાથી તે દીકરીને લઈને હોસ્પિટલમાં હતા તેથી તેઓ આ તાલીમ કાર્યક્રમમાં જઈ શક્યા ન હતા જેથી તેઓને તારીખ 6 11 2025 ના રોજ તાલીમમાં કેમ ન આવી શક્યા તે માટેની મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર દાહોદ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી જેથી તેઓ તારીખ 6 11 2025 ના રોજ સાંજે ચાર વાગ્યે મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર દાહોદ ને આ નોટિસનો જવાબ આપ્યો હતો અને દીકરી બીમાર હોવા સહિતના તમામ કારણો સાથેની લેખિત જાણ કરી હતી તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા તેઓને યેન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે અને “આ કામગીરી તો તમારે કરવી જ પડશે” તેવું કહેવામાં આવે છે આ બાબતે તેઓના સુપરવાઇઝર દ્વારા તેમની સાથે અવદ્ર ભાષામાં વર્તન કરવામાં આવ્યું હતું અને તમે અમારી ગરજે કામ કરો છો તમારી ગરજે નોકરી કરો છો તેમ કહીને તેઓને હડધુત અને અપમાનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે તેઓએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા પ્રાંત અધિકારી દ્વારા પણ તેઓને અપમાનિત અને હડદૂત કરવામાં આવ્યા હતા અને પ્રાંત અધિકારી દ્વારા તેઓને ઘર ભેગા કરી દેવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી છે તેવો આ શિક્ષિકા બહેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તો શું પ્રાંત અધિકારી આ રીતે શિક્ષિકા ને ધમકાવી શકે?કે શું પ્રાંત અધિકારી આ રીતે શિક્ષિકાને વગર કારણે છૂટા કરી શકે છે ? ત્યારે શું ગુજરાતની સંવેદનશીલ સરકાર આ મહિલા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરીને આ મહિલાને ન્યાય અપાવશે કે પછી આ મહિલાને આમ જ દરદર ઠોકરો ખાવી પડશે તે હવે જોવાનું રહ્યું ત્યારે આ સમગ્ર બાબતની દાહોદ જિલ્લા વહીવટી તંત્રના લાગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનીય છે

Back to top button
error: Content is protected !!