
તા.૧૨.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્ટોબર માસમાં 65 સફળ ડિલિવરી
દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્ટોબર માસ દરમિયાન કુલ 65 ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. તમામ માતાઓ તેમજ નવજાત શિશુઓ સ્વસ્થ છે. આરોગ્ય કેન્દ્રના તબીબી સ્ટાફ દ્વારા તમામ નવજાત બાળકોનું સમયસર રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમજ જન્મ પછી તરત સ્તનપાન કરાવવામાં આવ્યું હતું.પ્રસવો દરમિયાન જરૂરી તમામ આરોગ્ય સુવિધાઓ અને માર્ગદર્શન આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી તથા સ્ટાફ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ, સુરક્ષિત અને સંવેદનશીલ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ છે.સ્થાનિક મેડિકલ ઓફિસર દ્વારા જણાવ્યું કે માતા અને બાળકના આરોગ્ય માટે જરૂરી દેખભાળ, રસીકરણ, સ્તનપાન પ્રોત્સાહન તેમજ જાગૃતિ પ્રવૃત્તિઓ નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે જેથી “સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક”નો હેતુ સિદ્ધ થાય.




