ARAVALLIMEGHRAJ

મેઘરજ માલપુર રોડ પર ડાયવર્ઝન પર મોટી દુર્ઘટના ટળી, ડાલાએ લોખંડનો ગેટ ઝપેટમાં લીધો ,વિધાર્થીઓનો આબાદ બચાવ –  વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ માલપુર રોડ પર ડાયવર્ઝન પર મોટી દુર્ઘટના ટળી, ડાલાએ લોખંડનો ગેટ ઝપેટમાં લીધો ,વિધાર્થીઓનો આબાદ બચાવ –  વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ

મેઘરજ માલપુર રોડ પર મામલતદાર કચેરી આગળ નદી પર બ્રિજ નું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે જેને લઇ છેલ્લા કેટલાય સમયથી આ કામ કાજ હાથ ધરાયું છે હાલ પૂર્ણતાને આરે છે. જ્યાં વાહનો ના અવરજવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે માલપુર તરફથી મેઘરજ અને મેઘરજ તરફથી માલપુર બાજુ મોટા વાહનો પણ પસાર થાય છે માલપુર રોડ પર આરોગ્ય કેન્દ્ર, કચેરી, ITI, કૉલેજ, આવેલી છે લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે પરંતુ ડાયવર્ઝન એવી રીતે આપ્યું કે મોટા વાહનો ને પસાર થવા મુશ્કેલી પડી રહી છે જેને લઇ આજે બપોરના સમયે મોટી દુર્ઘટના બનતા ટળી છે જેમા ડાયવર્ઝન તરફ માલપુરથી મેઘરજ આવવા છોટા હાથી (ડાલું) પસાર થઈ રહ્યું હતું ત્યાં ડાયવર્ઝન પર લગાવેલ લોખંડ નો ગેટ ઝપેટમાં આવતા ડાલા સાથે ગેટ 25  ફૂટ સુધી ગસેડાયો હતો અને પસાર થતા વિધાર્થીઓનો આબાદ બચવા થયો હતો બીજી તરફ ત્યાં મેઘરજ તરફથી આવતી રિક્ષા ના આગળના ભાગે પડ્યો હતો તે સમયે કોલેજના વિધાર્થીઓ તેમજ નર્સિંગ કોલેજના વિધાર્થીઓ પણ પસાર થઈ રહ્યા હતા જેમાં ગેટ ધરાશય થતા મોટી દુર્ઘટના ટળી હતી જેમાં ડાયવર્ઝન લઇ અનેક સવાલો ઊભા થયા છે કારણકે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે જવાબદાર તંત્ર સજાગ બને હાલ લોકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર ધ્વારા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે પરંતુ હાલ ડાયવર્ઝન ને લઇ લોકો પરેશાન બની રહ્યા છે

Back to top button
error: Content is protected !!