GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂ. ૨૨૨.૮૩ લાખના ખર્ચે ટંકારા ના મીતાણા વીરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરાયું

 

MORBI:મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂ. ૨૨૨.૮૩ લાખના ખર્ચે ટંકારા ના મીતાણા વીરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરાયું

 

 


મુખ્યમંત્રીશ્રી ગ્રામ સડક યોજના હેઠળના રોડના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે

માર્ગ પરના કોઝવેની જગ્યાએ પુલિયાનું નિર્માણ થતાં ચોમાસામાં વિરવાવ અને ગણેશપર ગામના પ્રશ્નનું નિરાકરણ થશે

મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણા થી વિરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. રૂ. ૨૨૨.૮૩ લાખના ખર્ચે નવીનીકરણ થનાર આ ૬ કિલોમીટર જેટલા લાંબા માર્ગથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો આ માર્ગ મીતાણા, વીરવાવ, ગણેશપર અને આંબેડકરનગરને જોડે છે. આ રોડના રિસર્ફેસિંગથી આ ગામડાઓ વચ્ચેનું પરિવહન વધુ સુલભ બનશે. આ માર્ગ પર ગણેશપર અને વીરવાવ વચ્ચે આવેલ કોઝવે પર ચોમાસામાં પાણી ફરી મળતા દર વખતે આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કામમાં આ કોઝવે પર પોલિયા નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પુલિયાનું નિર્માણ થતાં ચોમાસામાં આ બંને ગામોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આવશે.

Back to top button
error: Content is protected !!