
નર્મદા : વડાપ્રધાન મોદીના ડેડીયાપાડા કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સભા સ્થળની મુલાકાત લીધી
રાજપીપળા : જુનેદ ખત્રી
આગામી ૧૫ નવેમ્બરે વડાપ્રધાન મોદી ડેડીયાપાડા આવી રહ્યા છે જ્યાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો ભવ્ય રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ નું આયોજન કરાઈ રહ્યું છે જે સંદર્ભે આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત નેતાઓ ડેડીયાપાડા ની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં સભાસ્થળની સમીક્ષા કરી હતી ઉપરાંત કાર્યક્રમની રૂપરેખા તેમજ આયોજન અંગે સ્થાનિક નેતાઓ આગેવાનો સાથે બેઠક કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ૧૫મી નવેમ્બરે સવારે ૮ કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી દેવમોગરા જવા રવાના થશે ત્યાં રોડ શો કરી સૌપ્રથમ દેવમોગરા ખાતે માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ ડેડીયાપાડા સભાસ્થળ પર જનસભાને સંબોધન કરશે.
પ્રદેશપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે. આ વર્ષે બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરી છે અને ‘ન્યૂ ગુજરાત પેટર્ન યોજના’ હેઠળ આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂ. ૧૧૦૦ કરોડની ફાળવણી કરી છે.
પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સભાસ્થળએ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે.બીજી તરફ હમણાંજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૧મી ઓક્ટોબરે નર્મદામા એકતા નગર ખાતે સરદાર પટેલ ની ૧૫૦ મી જન્મજયંતીએ એકતા પરેડ ની ઉજવણી માં આવી ગયાં હવે ૧૫ દિવસ માંજ વડાપ્રધાનની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત છે ૧૫ મી નવેમ્બરે પીએમ મોદી ડેડીયાપાડા આવી રહ્યાં છે. આવવાનું કારણ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી છે. વડાપ્રધાન દ્વારા ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ઇનરેકા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમ ની વિસ્તૃત ચર્ચા કરી સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો. સાથેજ તમામ કાર્યકર્તાઓને દેશમાં પ્રથમવખત આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ની આ મુલાકાત દરમ્યાન આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ,પ્રભારી ઇશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા,ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ,જિલ્લા અધ્યક્ષ નીલ રાવ ,પૂર્વ મંત્રીઓ અને કાર્યકર્તા હાજર રહ્યા હત




