જામનગર GUVNL પો.સ્ટે.ના જમાદાર લુબાનાની સઘન તપાસ રંગ લાવી

જામ સલાયાના મહિલાને વીજચોરીના કેસમાં કેદની સજા અને દંડનો અદાલતનો આદેશ-વિજચોરોમાં ફફડાટ
જામનગર (ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના સલાયા ગામમાંથી પાંચ વર્ષ પહેલા વિજચોરી ઝડપાઇ હતી તે કેસમાં અદાલતે સજા અને દંડનો હુકમકર્યો હોઇ વિજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે
સામાન્ય રીતે વિજ ચેકીંગ માટે પોલીસ અને એક્સ આર્મી સહિના બંદોબસ્ત સાથે વિજ વિભાગ(જામનગર વગેરેનુ PGVCL) ના ઇજનેરો દરોડા પાડે ત્યારે વિજચોરોમાં ફફડાટ વ્યાપે છે ( તેવી જ રીતે વિજચોરીના કેસમાં અદાલત સજા આપે ત્યારે વધુ ફફડાટ આવા ચોરોમાં વ્યાપે છે જો કે અદાલતમાં રજુ થતા પંચનામા,પુરાવા,જુબાની,સોગંદનામા….વગેરે ઉપર ચુકાદાનો અાધાર હોય છે) અને અમુકને લંગર ઉતારવાનો સમય મળે છે પણ જેના લંગર જોવા મળે તેની સામે વિજચોરીનો નોંધાય અને વિજચોરીના પ્રકાર મુજબ કાંતો વિજગ્રાહકના કિસ્સાઓમાં પુરવણીબિલ અપાય અને રકમ ન ભરે તો ગુનો દાખલ થાય પરંતુ ડાયરેક્ટ થાંભલેથી ગેરકાયદેસર રીતે વાયર નાંખી વિજચોરી કરે તે અંગે ગુના નોંધાતા હોય છે ઇલેક્ટ્રીસીટી એક્ટમાં વિજચેકીંગ , કેસ બુક કરવા,તપાસ,પુરાવા એકઠા કરવા વગેરે બાબતે સઘન જોગવાઇઓ છે જો કે તે બધા કાયદા,નિયમોના મેન્યુઅલ અને વોલ્યુમ વાંચવા પડે અભ્યાસ કરવો પડે છે
ત્યારે વિજવિભાગના જામનગરમાં આવેલા જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના જમાદાર રણજીતસિંઘ લુબાના વિજચોરી ટ્રેસ કરતી ટીમો સાથે બંદોબસ્તમા મોટેભાગે હોય છે તેમજ વિજચોરીના સંખ્યાબંધ કેસોની તપાસ પણ તેઓએ કરી છે અને હજુ કરી રહ્યા છે ત્યારે સલાયાના આ વિજચોરીના કેસમાં શ્રી લુબાનાએ સઘન તપાસ કરી પુરાવા એકઠા કરી સમગ્ર બાબતો કોર્ટમાં વિજવિભાગ તરફેથી રજુ કરી શકાય તેની જહેમત લીધી હતી માટે અદાલતને ચુકાદો આપવા પુરતા પુરાવા મળતા સજાનો હુકમ થયો હતો.
આ અંગે સલાયામાં પાંચ વર્ષ પહેલાં એક મહિલાના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ હતી. અદાલતે તે મહિલાને ત્રણ વર્ષની કેદ અને વીજચોરીનો ત્રણ ગણો દંડ ભરવા હુકમ કર્યો છે.
જામસલાયા ગામમાં બંદર રોડ પર જુબેદાબેન આદમ જસરાયા નામના મહિલાના મકાનમાં પાંચ વર્ષ પહેલા વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ કરેલી ચકાસણીમાં આ
મહિલા ઘર પાસે આવેલા થાંભલા પરથી વીજળી મેળવી તેનો વપરાશ કરતા મળી આવ્યા હતા. આ મહિલા સામે રૂા.૨૦૪૭૪ની વીજચોરીનો આક્ષેપ મૂકી ફોજદારી ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા ખાસ વીજ અદાલતે તે મહિલાને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧,૨૨,૮૪૫નો દંડ ફટકાર્યો છે.
_______________________
રીગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
b.sc.,ll.b.,d.n.y.(GAU)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878




