WAKANER:વાંકાનેરના જોધપર ગામ નજીકથી કારમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

WAKANER:વાંકાનેરના જોધપર ગામ નજીકથી કારમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને વકાબેર તાલુકા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે, વિદેશી દારૂ મોકલનાર ઇસમનું નામ ખુલતા પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હોય દરમ્યાન પો.કોન્સ.શક્તિસિંહ પરમારને મળેલ બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના જોધપર ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપરથી અલટો કે-૧૦ કાર રજી નંબર જીજે-૨૪-કે-૪૩૯૫ માં વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૨૨૦ નંગ બોટલ કિ.રૂ.૫૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-આમ કુલ કિ રૂ.૧,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે કાર ચાલક આરોપી રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા રહે.મુળ યોગીનગર રબારીવાસ ચોટીલા જી.સુરેન્દ્રનગર હાલરહે.વાવડી ગામે ધર્મનગર મીત શૈલેશભાઈ જળુના મકાનમા તા.જી.મોરબી વાળાને પકડી પાડી તેમજ પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કાળુભાઈ અબ્રાહમભાઈ સુમરા રહે.લાખ ચોકીયા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો હાજર નહી મળી આવતા તેની અટક કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.







