MORBI:મોરબીના વણકરવાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના વણકરવાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન મોરબી શહેરના વણકરવાસ પ્રાથમિક શાળાની બાજુમાં બાબુભાઇના ડેલા પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા રોમનસિંહ ઓમપ્રકાશ પાલ (ઉવ.૩૫) રહે. નવલખી રોડ નીલકંઠ રેસિડેન્સી મોરબી મૂળ રહે.માધવગઢ ઉત્તરપ્રદેશ, ત્રીલોકસિંઘ દર્શનર્સિંગ સેગર (ઉવ.૪૨) રહે. નવલખી રોડ યમુનાનગર મોરબી મૂળરહે.પાતરહી જાલોલ ઉત્તરપ્રદેશ, બ્રજમોહનભાઇ પ્રહલાદભાઈ સુથાર (ઉવ.૨૫) રહે.નવલખી રોડ નીલકંઠ રેસિડેન્સી, રૂશ્તમસિંહ મહેન્દ્રસિંહ સેગર (ઉવ.૩૦) રહે.મોરબી યમુનાનગર શેરી નં.૩, અતુલસિંઘ રામપ્રકાશસિંગ તોમર રહે.રબારીવાસ જેલ રોડ મોરબી મૂળરહે. આત્મજ પોરસા સોડો ઉત્તરપ્રદેશ, અનુરાગસિંગ પરાગસિંગ સેગાર (ઉવ.૨૫) રહે. વણકરવાસ મોરબી મૂળરહે. આત્મજ પતરાહી ઉત્તરપ્રદેશ તથા અમીતભાઇ રમેશભાઈ સેગાર (ઉવ.૨૬) રહે. વણકરવાસ મોરબી વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૧,૨૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







