MORBI:મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ

MORBI:મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
કોઈ દુર્ઘટના બને તો મર્યાદિત સાધનોથી તેને કેવી રીતે નિયંત્રણમાં લાવવી તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું
કોઈ દુર્ઘટના બને તો મર્યાદિત સાધનોથી તેને કેવી રીતે નિયંત્રણમાં લાવવી અને બચાવ કામગીરી કઈ રીતે સરળતાથી કરી શકાય તે માટે મોરબી મહાનગરપાલિકાના ફાયર સ્ટેશનના ફાયરના જવાનો દ્વારા ખાસ અભ્યાસ તાલીમ યોજવામાં આવી હતી.
મોરબીમાં સેવાસદન ખાતે સંભવત કોઈ દુર્ઘટના બને તો આ દુર્ઘટના સમયે રાહત બચાવની કામગીરી બાબતે ફાયરના જવાનો દ્વારા લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું અને દુર્ઘટનાને નિયંત્રણમાં લાવવા માટે શું શું પગલા લઈ શકાય તેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ તાલીમમાં ફાયર જવાનોએ ભાગ લીધો હતો અને તેમની પાંચ પાંચની બે ટુકડીઓ બનાવવામાં આવી હતી. દુર્ઘટના સમયે તાત્કાલિક ધોરણે હાથ વગર સાધનોથી બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય દોરડા અને નેટ જેવા સાધનોથી રેસ્ક્યુની પણ પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા સહિતનાને આ અભ્યાસ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેશન ફાયર ઓફિસરશ્રી દેવેન્દ્રસિંહ જાડેજા તથા ફાયરના જવાનો પ્રાયોગિક અભ્યાસમાં જોડાયા હતા.








