GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:SIR બાબતે ‘Book a call with BLO’ સુવિધાનો ઉપયોગ કરી મતદાર સંબંધિત બૂથ લેવલ ઓફિસરનો સીધો સંપર્ક કરી શકાશે

 

MORBI:SIR બાબતે ‘Book a call with BLO’ સુવિધાનો ઉપયોગ કરી મતદાર સંબંધિત બૂથ લેવલ ઓફિસરનો સીધો સંપર્ક કરી શકાશે

 

 

 

મતદારો https://ecinet.eci.gov.in પર ઓનલાઈન Book a call with BLO સુવિધાનો લાભ લઈ શકશે

 

SIR સંબંધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના વોટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક સાધવો

ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાના ૩ (ત્રણ) વિધાનસભા વિસ્તાર ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેરમાં તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં જે કાર્યક્રમ અંતર્ગત BLO દ્વારા દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લેવામા આવશે. હાલમા BLO દ્વારા પ્રથમ મુલાકાતમાં Enumeration Form (ગણતરી ફોર્મ) આપવાનું શરુ કર્યું છે. મતદાર ને Enumeration Form ભરવા સંબંધે કે SIR સંબંધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે સવારના ૦૮-૦૦ વાગ્યાથી સાંજના ૦૮-૦૦ વાગ્યા સુધી ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર (DCC) ખાતે આવેલ વોટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક સાધવો.

 

ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સંબંધે મતદારોના પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે તથા માર્ગદર્શન/ માહિતી/ પ્રતિસાદ/ સુચનો મેળવવા માટે https://ecinet.eci.gov.in પ્લેટફોર્મ પર આવેલ “Book a call with BLO” સુવિધાનો ઉપયોગ કરી મતદાર સંબંધિત બૂથ લેવલ ઓફિસર (BLO) નો સીધો સંપર્ક કરી શકે છે. મોરબી જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર-DCC ખાતે આવેલ વોટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ તથા ECINET એપ્લિકેશન પ્લેટફોર્મ પર આવેલ “Book a call with BLO” સુવિધા ઉપયોગ કરી સહયોગ કરવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!