
કેશોદ ના શેરગઢ ચોવિસી દરબાર શ્રી બાબરીયા પરિવાર ના વંશ શ્રી બાબરીયા ખીમભાઈ ભોજબાપુ તેમના ભાઈ ના સ્મરણાર્થે ભવ્ય ભાગવત જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી વરૂણભાઈ પડ્યા અજાબ વાળા દ્વારા કથા નું સંગીતમય રસ પાન કરાવા મા આવેલ પોથી યાત્રા નું ડીજે ના તાલે વાજતે ગાજતે અબીલ ગુલાલ ની છોડો સાથે ભક્તિ મય વાતાવરણ માં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ કથા દરમિયાન વિવિધ પ્રસંગો ને જન્મોત્સવ ની ઝાંખી ઓ રજુ કરવામાં આવેલ અને માતાજી નો નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, કાનગોપી રાસ લીલા અને રૂક્ષ્મણી વિવાહ નું સુંદર આયોજન સાથે વિશાળ સંખ્યામાં લોકો એ કથા નું રસપાન કરી ધન્યતા અનુભવી હતી જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર તેમજ જિલ્લા પંચાયત ના સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કથા ની પુર્ણાહુતી કરવા આવી હતી
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





