અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : SP મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈનસ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો
મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વાર્ષિક ઈનસ્પેક્શન નિમિત્તે પોલીસ દરબાર યોજાયો હતો. પોલીસ દરબારમાં મેઘરજ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. એસ.પી.એ પોલીસ સ્ટેશનની વિવિધ શાખાઓ, દસ્તાવેજો અને રેકોર્ડની તપાશી કરી તેમજ કામકાજની સમીક્ષા કરી હતી
પોલીસ દરબાર દરમિયાન એસ.પી. મનોહરસિંહ જાડેજાએ પોલીસ કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી તેમની વ્યક્તિગત અને ફરજ સંબંધિત સમસ્યાઓને સાંભળી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોલીસ કર્મચારીઓને જનસેવામાં હંમેશા સક્રિય રહેવા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તત્પર રહેવા તથા નાગરિકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખવા સૂચના આપી હતી.આ પ્રસંગે મેઘરજ પોલીસ સ્ટેશનના પી.આઈ,પી.એસ.આઈઅધિકારીઓ તેમજ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.એસ.પી એ તમામ કર્મચારીઓને સમયસર ફરજ બજાવવાની,શિસ્ત જાળવવાની અને સેવા ભાવથી કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.






