બોડેલીમાં મતદાર નોંધણીSIR માટે જાગૃતિ બોર્ડ લગાવાયા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં Special Intensive Revision (SIR–2026) અંતર્ગત મતદારયાદી સુધારણા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 4 નવેમ્બર 2025થી BLO કર્મચારીઓ દ્વારા ઘર-ઘર જઈ મતદાર નોંધણીના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. હાલ આ ફોર્મ ભરાવીને પાછા લેવામાં આવી રહ્યા છે.તંત્રના જણાવ્યા મુજબ, જે મતદારો દ્વારા ફોર્મ સમયસર પરત આપવામાં નહીં આવે, તેમના નામ મતદારયાદીમાંથી કાઢી શકાય છે. મતદારયાદી સુધારણાનું આ કાર્ય 4 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બોડેલીમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં ડેપો વિસ્તાર, અલીપુરા ચોકડી અને પોલીસ સ્ટેશન બજાર વિસ્તારનો સમાવેશ થાય છે. આ બોર્ડ દ્વારા લોકોને સમયસર ફોર્મ ભરી સબમિટ કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી કોઈનું નામ મતદારયાદીમાંથી કાઢી ન નાખાય એવી સ્થાનિક તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે દરેક યોગ્ય નાગરિક પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવાનું તથા જરૂરી સુધારો સમયસર કરવાનું ભૂલશે નહીં.
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી





