“ગધેડો હશે તે અહીંયા પેશાબ કરશે, અહીં કચરો નાખવો નહિ “એવા સ્થાનિકો એ બોર્ડ માર્યા

સ્થાનિક લોકોએ ગંદકી રોકવા દિવાલ પર ચેતવણી લખાવીતંત્રની અવગણનાને કારણે બોડેલીના લોકોએ સ્વચ્છતા માટે જાતે જ ઉઠાવી પહેલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામે સ્વચ્છ ભારત અભિયાનની વાતો તો થાય છે, પરંતુ હજી પણ ગામમાં સોચાલયોની અછત જોવા મળે છે. આ કારણે કેટલાક લોકો ખુલ્લામાં સોચક્રિયા કરતા અને એક વિસ્તારમાં વારંવાર ગંદકી ફેંકતા હતા.આ પરિસ્થિતિથી કંટાળેલા સ્થાનિક લોકોએ પોતાની પહેલથી દિવાલ પર ચેતવણીસભર લખાણ લખાવ્યું “ગધેડો હશે તે અહીંયા પેશાબ કરશે, કચરો નાંખવો નહિ.”આ સંદેશનો હેતુ એ છે કે લોકો દિવાલ પાસે પેશાબ ન કરે અને વિસ્તાર સ્વચ્છ રાખે.લોકોના જણાવ્યા મુજબ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં તેમણે જાગૃતિ માટે આ પગલું લીધું છે. આ લખાણ બાદ લોકોમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે અને વિસ્તાર સ્વચ્છ રહે તેવી આશા છે.ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરોના અનેક ભાગોમાં પણ દિવાલો પર આવી ચેતવણીઓ — જેમ કે “અહીં પેશાબ કરવો નહિ”, “કચરો અહીંયા નાંખવો નહિ” — લખેલી જોવા મળે છે. આ લખાણો સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





