MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રમદાનમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, મહાનગરપાલિકાનો સ્ટાફ, ટીચર્સ એસોસિએશન તથા સ્વસ્છતા સખી સહિત અંદાજે 300 લોકો જોડાયા હતા.
શ્રમદાન અંતર્ગત યોજાયેલા સફાઈ અભિયાનમાં 30 હાથલારી, 7 ટ્રેક્ટર, 2 Front Hoe Loader, 1 Back Hoe Loader દ્વારા અંદાજે 15 ટન સોલિડ વેસ્ટ તથા C&D વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેર માર્ગ પર પડેલી 2 લારીઓ ઉપાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને શ્રમદાન ફોર મોરબીનું વાર્ષિક કેલેન્ડર બનાવાયું છે. આથી તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા આહ્વાન કરાયું છે.








