ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: જિલ્લાની 6 બોર્ડર પર 15 પોલીસ અધિકારીઓ સહિત 100 પોલીસ જવાનો દ્વારા વાહન ચેકિંગ, અણસોલ ચેપોસ્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ – મોડાસા શેરમાં LCB,SOG પોલીસ ધ્વારા વિવિધ વિસ્તારમાં કડક ચેકીંગ 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: જિલ્લાની 6 બોર્ડર પર 15 પોલીસ અધિકારીઓ સહિત 100 પોલીસ જવાનો દ્વારા વાહન ચેકિંગ, અણસોલ ચેપોસ્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ – મોડાસા શેરમાં LCB,SOG પોલીસ ધ્વારા વિવિધ વિસ્તારમાં કડક ચેકીંગ

3 મહિના પહેલા પણ એક આતંકવાદી મોડાસા થી ઝડપાયો હતો, અલકાયદાનો આતંકી ATS એ ઝડપ્યો હતો

અરવલ્લી જિલ્લામાં પોલીસે બોર્ડર વિસ્તારોમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતને જોડતા તમામ આંતરરાજ્ય બોર્ડર પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.શામળાજીની આંતરરાજ્ય બોર્ડર પર પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન જિલ્લા એલસીબી, શામળાજી પોલીસ તેમજ વિવિધ સ્ટાફ દ્વારા કડક વાહન તપાસ હાથ ધરવામાં આવી હતી.માહિતી મુજબ, કુલ છ બોર્ડર પોઇન્ટ્સ પર ૧૫ પોલીસ અધિકારીઓ સહિત ૧૦૦ પોલીસ જવાનો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. દરેક વાહનની વિગતવાર તપાસ કરવામાં આવી હતી અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરના રાષ્ટ્રીય સ્તરના સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઇ અરવલ્લી પોલીસની આ કામગીરીએ બોર્ડર વિસ્તારના લોકોમાં સુરક્ષાની લાગણી વધારી છે

બીજી તરફ વાત કરવામાં આવે તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ ચેતી ઉઠી છે. આ સંદર્ભે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પણ તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે.માહિતી મુજબ, ત્રણ મહિના પહેલા મોડાસા શહેરમાંથી અલકાયદા સંગઠન સાથે જોડાયેલ એક આતંકીને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઝડપવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં હવે પોલીસ વિભાગ વધુ સાવધ બન્યો છે.દિલ્હી બ્લાસ્ટ કેસને ધ્યાનમાં રાખીને જિલ્લા એલસીબી અને એસઓજી ટીમોએ મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. છેલ્લા બે દિવસથી શહેરના મુખ્ય માર્ગો, મુસાફરોના નિવાસસ્થાનો અને શંકાસ્પદ સ્થળોએ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્કના કેટલાક કેસો સામે આવતા પોલીસ વિભાગ સક્રિય બન્યો છે અને દરેક માહિતીની સુચના આધારે પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

Back to top button
error: Content is protected !!