નવસારી:જલાલપોર તાલુકાના ઓંજલ ગામના વેસલી ફળિયા રોડ પર રોડની કામગીરી પ્રગતિના પંથે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નવસારી જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામ અને નવીકરણના કામો તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઓંજલ ગામના વેસ્લી ફળીયા રોડ (સ્ટેટ હાઈવે) પર ડામરનું કામ તાત્કાલિક રીતે શરૂ કરવામાં આવ્યું છે.ઓંજલ ગામના વેસલી ફળીયા રોડ (સ્ટેટ હાઈવે) ને ગાંધીનગરથી વાઈડીગ (પહોળો) કરવાની મંજુરી મળેલ હતી જે અંતર્ગત ચોમાસા પહેલા સરાર રસ્તાનું કાચું કામ પૂર્ણ કરેલ હતું અને વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી આ માર્ગ પર ડામર કામ શરુ કરી રીસરફેસિંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
નવસારી માર્ગ અને મકાન વિભાગ દ્વરા જણાવ્યું છે કે રોડના ગુણવત્તાપૂર્ણ કામ માટે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવામાં આવશે જેથી નાગરિકોને સુવિધાજનક તથા સુરક્ષિત મુસાફરી મળી રહેશે.



