GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

RTO નવસારી જિલ્લામાં ગોલ્ડન સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ

વાત્સલ્યમ સમાચાર
    મદન વૈષ્ણવ

ARTO કચેરી દ્વારા ટુ-વ્હીલર વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન હાથ ધરાશે

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, નવસારી દ્વારા ટુ-વ્હીલર વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ટુ-વ્હીલર માટે GJ21 –DH -0001 થી GJ21 –DH -9999 ટુ વ્હીલર માટે  ઈ ઓકશન તા.18/11 /2025 થી 20 /11 /2025 શરૂ થનાર છે. જેથી ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકોએ http://parivahan.gov.in/fancy પોર્ટલ પર ઓનલાઈન ફી ભરી દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચનાઓ અનુસરવાની રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર જઈને સી.એન.એ. ફોર્મ વાહન ખરીદીનાં સાત  દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે. તથા  વાહનનાં સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસનાં અંદરનાં જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, નવસારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!