Lodhika: શ્રી રાતૈયા પ્રાથમિક શાળાના બાળ ખેલાડીઓએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં એથ્લેટિકની વિવિધ રમતોમાં પોતાનું કૌવત દાખવ્યું .

તા.13/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot, Lodhika: લોધીકા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન સર્વોદય સ્કૂલ પાળ ખાતે થયું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ મારકણાના માર્ગદર્શન હેઠળ શ્રી રાતૈયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ૭ એથ્લેટિક રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી શ્રી રાતૈયા પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું છે.
જેમાં અંડર-14 લાંબી કૂદમાં નાયકા નીચીત પ્રથમ ક્રમ ,ભાભોર કાંતા 100 મીટર દોડમાં દ્વિતીય ક્રમ, મુંધવા વૈભવી ઉંચી કૂદમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. અંડર -11 માં અમરદીપસિંહ જાડેજા 50 મીટર દોડમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બન્યા છે.અન્ડર -17 માં લકીરાજસિંહ જાડેજા લાંબી કુદમાં દ્વિતીય ક્રમ તથા ઉંચી કુદમાં તૃતીય ક્રમ મેળવી શાળાનું તથા રાતૈયા ગામનું નામ રોશન કરેલ છે. આ સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવાર ગૌરવ અનુભવતા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ કરો તેવી શુભેચ્છાઓ પાઠવે છે.





