GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

તા.13/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: રાજ્ય સરકાર દ્વારા રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ૧૪ થી ૧૮ વર્ષનાં જુનિયર વિભાગનાં ભાઈઓ- બહેનો ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ તા.૦૫- ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં અરજી મોકલવાની રહેશે.

રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,રાજકોટ ગ્રામ્ય સંચાલિત આ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષની (તા.૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિએ) વયમર્યાદા ધરાવતાં ભાઈઓ – બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વત ખાતે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. સ્પર્ધા દરમ્યાન નિવાસ અને ભોજન રાજય સરકાર તરફથી આપવામાં આવશે.

ગુજરાતનાં ઈડર, પાવાગઢ, ચોટીલા અને ગીરનાર ખાતે આયોજીત રાજયકક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધા:૨૦૨૫-૨૬માં જુનીયર કક્ષાએ ભાગ લેનાર સ્પર્ધકોએ રાજયકક્ષા છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા:૨૦૨૫-૨૬માં ભાગ લેવાનો રહેશે નહિ.

આ સ્પર્ધામાં ૧ થી ૧૦ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો(ભાઈઓ-બહેનો) રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધામાં સીધો જ પ્રવેશ આપવામાં આવશે

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતાં ગુજરાત રાજયનાં ભાઈઓ-બહેનોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ સંપૂર્ણ વિગતે ભરીને જરૂરી આધાર પુરાવા સાથે “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ” ખાતે તા.૦૫-૧૨-૨૦૨૫નાં રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હીતેષ દિહોરાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!