આમ આદમી પાર્ટીનું S.I.R પ્રક્રિયા મુદ્દે જિલ્લામાં મોટું રજૂઆત: BLO પર ખોટા દબાણ બંધ કરવાનું અનુરોધ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
હાલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં શરૂ કરાયેલ S.I.R (સઘન સુધારણા) પ્રક્રિયા દરમિયાન સુરત શહેરમાં BLO (બૂથ લેવલ ઓફિસર) પર ખોટા દબાણ મુદ્દે આમ આદમી પાર્ટીએ જિલ્લા ચુંટણી અધિકારીને વિશેષ રજૂઆત કરી. સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે BLOને 100 ટકા ટાસ્ક પૂર્ણ કરવાની દબાણાત્મક સૂચનાઓ આપવી ખોટું છે, કારણ કે સુરતમાં કોઈ પણ બુથ પર તમામ મતદારો હાજર હોવાની પરિસ્થિતિ નથી. આવા ખોટા લક્ષ્યાંકો BLOને આપી ખોટી માહિતી ભરવામાં આવે તો સમગ્ર S.I.R પ્રક્રિયાનું હેતુ ખોટું સાબિત થશે.
ધર્મેશ ભંડેરીએ આવેદન કર્યું કે BLO માટે ખોટા ટાસ્ક બંધ કરવામાં આવે અને માત્ર સચોટ, યોગ્ય અને કાયદાકીય રીતે યોગ્ય કામગીરી જ સુનિશ્ચિત થાય. સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીયે પણ BLOને સચોટ કામ માટે પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો. તેમણે જણાવ્યું કે મતદાર યાદીમાં મૃત્યુ પામેલા અથવા સ્થળાંતરિત મતદારોનું યોગ્ય નોંધણી નિકાલ અને અનિવાર્ય સુધારણા થાય અને કોઈનો ખોટી રીતે હટાવાનો ભોગ ન બને.
આ રજુઆત દરમિયાન સુરત ખાતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, શહેર પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. પાર્ટી દ્વારા જિલ્લા ચુંટણી અધિકારીને વિનંતી કરવામાં આવી કે S.I.R પ્રક્રિયા સરળ, પારદર્શક અને મતદારો માટે હાલાકી વિના યોજાઈ, જેથી ચૂંટણી પ્રક્રિયા પર વિશ્વાસ જાળવાઈ રહે.
આ રજૂઆત BLO કામગીરીમાં પારદર્શિતા, સચોટતા અને સૈદ્ધાંતિક યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલુ માનવામાં આવે છે.




