MORBI:મોરબીમા વઘુ એક જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું વજેપર સર્વે નંબર ૭૬૭ /૨ જમીન ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન વેચવાનો પ્રયાસ

MORBI:મોરબીમા વઘુ એક જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું વજેપર સર્વે નંબર ૭૬૭ /૨ જમીન ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન વેચવાનો પ્રયાસ
મોરબી જીલ્લો અને શહેર જાણે જમીન કૌભાંડીઓનુ હબ બની ગયો હોય તેમ એક પછી જમીન કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે વજેપર સર્વે નંબર ૬૦૨ બાદ વધુ એક જમીન કૌભાંડનો વજેપર વિસ્તારમાં પર્દાફાશ થયો છે જેમાં ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચવાનો પ્રયાસ કરનાર બે ઈસમો વિરૂદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં જમીન કૌભાંડનો રાફડો ફાટયો છે. અનેક જમીન કૌભાંડો સામે આવી રહ્યા છે મોરબીના વજેપર વિસ્તારમાં વધું એક જમીન કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર પાસે રાફડાન વાડીમાં વીશાલ ફર્નીચર પાછળ રહેતા બાબુભાઈ તળશીભાઈ ચાવડા (ઉ.વ.૪૦) એ આરોપી અમીતભાઇ મોહનભાઇ પરમાર રહે.મોરબી નવાબસસ્ટેન્ડ પાછળ રાધાપાર્ક તથા દર્શીત પ્રવીણભાઇ મેવાડા રહે. લાયન્સનગર મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બંને આરોપીઓએ ફરીયાદીના પીતાના ખાતે રહેલી જમીન વેચવા માટે એક કાવતરું ઘડ્યું હતું જેમાં જેમાં ફરિયાદી બાબુભાઇના પિતાજી તળશીભાઈ ભગવાનજીભાઈ સતવારાની માલિકીની વજેપર સર્વે નં. ૭૬૭ પૈકી ૨ ની જમીન કોઈ મિલકતધારક મીલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયાને વેચાણ કરવાની વાત કહી આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી ખોટી ઓળખ રજૂ કરી હતી. આ જમીન કૌભાંડ આચરવા માટે આરોપીઓએ ફરીયાદીના પિતાના નામે બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ખોટો વારસાઈ આંબો તૈયાર કર્યો હતો. અમિતભાઈ પરમારે તો પોતાનો ફોટો ધરાવતું ડુપ્લિકેટ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી તળશીભાઈ નામ ધારણ કરીને તેને મૂળ દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે કે આ જમીન કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે જ્યારે કે જમીન ખરીદવા આવેલા મીલનભાઈ ફુલતરીયાને દસ્તાવેજો ડુપ્લિકેટ અને શંકાસ્પદ લાગી આવતાં તેમણે ઘટનાની જાણ ફરિયાદી બાબુભાઇને કરી હતી. ફરિયાદી અને તેમના પરિવારજનો તથા સાક્ષીઓએ સ્થળ પર હાજર રહી આરોપીને પૂછપરછ કરતા સ્વીકાર્યું હતુ કે ખોટા દસ્તાવેજો આરોપી દર્શીતભાઈ મેવાડાએ આપ્યા છે અને ડીલ માટે તેમને રૂ. ૨,૫૦,૦૦૦ અપાશે તેવી વાત કરવામાં આવી હતી. ત્યારે શંકાસ્પદ પરિસ્થિતિ સર્જાતાં ૧૧૨ ઇમરજન્સી પર કોલ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન બે અજાણ્યા યુવાનો મોટરસાયકલ જીજે- ૦૩-એચએમ-૬૨૧૦ માં આવી આરોપી અમિતભાઈને જબરદસ્તી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, પરંતુ હાજર લોકોએ તેનો વિરોધ કરતાં બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા. ત્યારબાદ આવેલા PC-R વાન દ્વારા આરોપી અમિતભાઈ પરમારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી અમિતભાઈ પાસેથી મેળવેલા બધા જ બનાવટી દસ્તાવેજોમાં ખોટું આધારકાર્ડ, પાનકાર્ડ, વારસાઈની નકલ, મોબાઈલ ફોન તેમજ તેના મૂળ દસ્તાવેજો જપ્ત કર્યા છે. બંને આરોપીઓએ કાવતરૂ રચી જમીન વેચાણની છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૧(૨), ૩૧૯, ૩૩૭, ૩૩૮ અને ૩૪૦(૨) હેઠળ ગુનો નોંધ આગળ તપાસ હાથ ધરી છે.







